f x ig
ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ

સેવા, સદ્ભાવ અને સંગઠનની ભાવના

અમારા વિશે ટૂંકમાં

ૐ સદ્ભાવના ટ્રસ્ટ

ૐ કે જેનું નામ માત્ર સ્મરણ કરવાથી શરીરનું રોમ એક ચિત્ત થઈ પરમ શાંતિની અનુભુતી પામે છે. સદ્ભાવના એક એવો શબ્દ જેનું નામ સાંભળતા આપણા હૃદયમાં કંઈક સારૂ કરવાની ભાવના જાગે છે. આ બન્ને શબ્દોનો સમન્વય એટલે ૐ સદ્ભાવના ટ્રસ્ટ.

સેવા ભાવનાની વ્રુત્તિ સાથે યુવાનોના સંગઠનથી ૐ સદ્ભાવના ટ્રસ્ટની સ્થાપના તારીખ ૩૦-૦૫-૨૦૧૯ ના રોજ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ સેવા દ્વારા સશક્ત સમાજની રચના કરવાનો…

૧૦ થી ૧૨ યુવાનો સંગઠિત થઈ પોતાના સ્વ ખર્ચ માંથી બચત કરી સેવાની શરૂઆત કરવા પ્રેરણાદાઈ બન્યા. આજે ધીરે ધીરે આ સંગઠનમાં વધારો થઈ અસંખ્ય સેવાર્થીઓ જોડાઈ ગયા છે, જેઓ સનાતન સમાજની સેવા કરવા માટે નિસ્વાર્થ ભાવે તન, મન, ધન તેમજ તેનાથી સૌથી વધારે મહત્વનો તેમનો સમય આપે છે.

ૐ સદ્ભાવના ટ્રસ્ટનો પાયો એ ટ્રસ્ટ (વિશ્વાસ) છે, જે ટ્રસ્ટના યુવાનો તેમની સેવા કરવાની ભાવનાથી વિશ્વાસ જીતવામાં સફળ થયા છે.

સનાતન સમાજની સેવામાં ટ્રસ્ટની સાથે હંમેશા માનવંતા દાતાઓનો સહકાર રહ્યો છે. કાર્યકર મિત્રોના અનુભવ કહે છે કે સનાતન સમાજની સેવા કરી એક સંતોષની અનુભૂતિ થાય છે, જે જીવનને જીવંત બનાવે છે.

અમારું કાર્યક્ષેત્ર

અમે શું કરીએ છીએ


શિક્ષણ સહાય

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી, ફી સહાય અને માર્ગદર્શન આપી તેમના શિક્ષણને ટેકો આપીએ છીએ, જેથી દરેક બાળક પોતાનું ભવિષ્ય ઘડી શકે.

સમાજ સેવા પ્રવૃત્તિઓ

જરૂરિયાતમંદ પરિવારોને ભોજન, વસ્ત્ર અને જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડવા માટે ટ્રસ્ટના સેવાર્થીઓ સતત કાર્યરત રહે છે.

યુવા સંગઠન

સેવાભાવી યુવાનોને એક મંચ પર જોડી, સંગઠિત શક્તિ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અમારો પ્રયાસ છે.

તસવીરો

સેવા પ્રવૃત્તિની ઝલક

અમારી સાથે જોડાઈને સેવા કરો

જો તમે પણ સનાતન સમાજની સેવામાં તમારો સમય, શ્રમ કે દાન આપવા ઈચ્છો છો, તો અમારો સંપર્ક કરો. દરેક નાનો સહયોગ મોટું પરિવર્તન લાવી શકે છે.

અમારો સંપર્ક કરો દાન કરો