નિસ્વાર્થ સેવાથી શરૂ થયેલી યાત્રા
ૐ સદ્ભાવના ટ્રસ્ટ સેવા ભાવનાની વ્રુત્તિ સાથે યુવાનોના સંગઠનથી તારીખ ૩૦-૦૫-૨૦૧૯ ના રોજ સ્થાપવામાં આવેલ એક સંસ્થા છે, જેનો મુખ્ય ઉદ્દેશ સેવા દ્વારા સશક્ત સમાજની રચના કરવાનો છે.
૧૦ થી ૧૨ યુવાનો સંગઠિત થઈ પોતાના સ્વ ખર્ચ માંથી બચત કરી સેવાની શરૂઆત કરવા પ્રેરણાદાઈ બન્યા. આજે ધીરે ધીરે આ સંગઠનમાં વધારો થઈ અસંખ્ય સેવાર્થીઓ જોડાઈ ગયા છે.
વિશ્વાસ અને સેવા — અમારો પાયો
ૐ સદ્ભાવના ટ્રસ્ટનો પાયો એ ટ્રસ્ટ (વિશ્વાસ) છે, જે ટ્રસ્ટના યુવાનો તેમની સેવા કરવાની ભાવનાથી વિશ્વાસ જીતવામાં સફળ થયા છે. જેઓ સનાતન સમાજની સેવા કરવા માટે નિસ્વાર્થ ભાવે તન, મન, ધન તેમજ તેનાથી સૌથી વધારે મહત્વનો તેમનો સમય આપે છે.
કાર્યકર મિત્રોના અનુભવ કહે છે કે સનાતન સમાજની સેવા કરી એક સંતોષની અનુભૂતિ થાય છે, જે જીવનને જીવંત બનાવે છે.
અમે કેવી રીતે કાર્ય કરીએ છીએ
શિક્ષણ સહાય
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી, ફી સહાય અને માર્ગદર્શન આપી તેમના શિક્ષણને ટેકો આપીએ છીએ.
સમાજ સેવા પ્રવૃત્તિઓ
જરૂરિયાતમંદ પરિવારોને ભોજન, વસ્ત્ર અને જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડવા માટે અમારા સેવાર્થીઓ સતત કાર્યરત રહે છે.
યુવા સંગઠન
સેવાભાવી યુવાનોને એક મંચ પર જોડી, સંગઠિત શક્તિ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અમારો પ્રયાસ છે.